Google New Feature: કોઈપણ લોકેશનને જુઓ 360 ડિગ્રીથી વ્યૂ: આપણે દરરોજના કામ કાજ એટ્લે કે લોકેશન ગોટવા માટે સ્માર્ટફોનમાં આવેલા google Mapનો ઉપયોગ કરીએ છીએ અને જરૂરી સ્થળે પહોચી જઈએ છીએ. ત્યારે ગૂગલ આ મેપમાં ઘણા નવા નવા ફીચર આપી લોકોને સુવિધા પૃરી પડે છે. ત્યારે ગૂગલે Google New Feature અપડેટ આપ્યું છે જેમાં લોકો કોઈપણ લોકેશનને 360 ડિગ્રી વ્યુથી જોઈએ શકશે. અને સહેલાઇથી લોકેશન શોધી શકશે. તો આવો જોઈએ આ Google New Feature વિશે નીચે મુજબ.
Table of Contents
Google New Feature વિશે
Google New Feature વિશે વાત કરવામાં આવે તો Google Street View feature કંપની દ્વારા ગયા વર્ષે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તે કેટલાક સિલેકટેડ શહેરો માટે આવેલેબલ હતું પરંતુ હવે તે બહુવિધ સ્થાનો માટે ઉપલબ્ધ છે અને તમે તમામ સ્થાનને 360 ડિગ્રીના ખૂણામાં જોઈ શકો છો. સુરક્ષા કારણોસર લગભગ 6 મહિના માટે પ્રતિબંધિત કર્યા પછી ગયા વર્ષે તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. Users હવે 360 ડિગ્રી વ્યુમાં સ્થાનો જોઈ શકશે. જો કે, હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં સુધી માત્ર Static images દ્વારા જ પહોંચી શકાય છે.
આ પણ વાંચો: સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા માટેની 5 સરળ ટિપ્સ, કોઈ નુકશાન પણ નહીં પહોચાડી શકે.
આ સુવિધા સ્ટ્રીટ વ્યૂ સુવિધા મોબાઇલ અને Web બંનેમાં અવેલેબલ છે. લોકો મોબાઇલ કરતાં વેબ પર વધુ સુવિધાઓ નો લાભ લે છે. તેમાં તમે કોઈપણ સ્થળનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકો છો અને ફોટો ક્યારે લેવામાં આવ્યો હતો તે સંબંધિત તમામ માહિતી જોઈ શકો છો. તમને ફોનમાં આ બધું દેખાશે નહીં.
Mapમાં આ રીતે ગલી દૃશ્યનો ઉપયોગ કરો
- સૌથી પહેલા Google Map પર જાઓ અને તમે જે લોકેશન સર્ચ કરવા માંગો છો તેને સર્ચ કરો.
- પછી નીચે જમણી બાજુએ જઈને Layer Option પર ક્લિક કરો અને Street View Option સિલેક્ટ કરો.
- તમે ક્લિક કરશો કે તરત જ નકશો વાદળી રંગનો થઈ જશે, જો તમે તેને વેબ પર જોઈ રહ્યા છો તો તમે Explore featureની મદદથી દરેક જગ્યાનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકો છો, મોબાઈલ પર તમને તેના વિશે જણાવવા માટે વાદળી રંગની લાઈનો દેખાશે.
Immersive view સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
Navigation ખૂબ જ સરળ બનાવવા માટે Google Mapsમાં જનરેટિવ AIને સપોર્ટ કરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ લોકોને નકશા પર Immersive Viewની સુવિધા મળવા લાગશે. અત્યારે આ સુવિધા માત્ર થોડા જ દેશોમાં અવેલેબલ છે. આ ફીચરની મદદથી તમે 3D ઈમેજ સાથે Bird’s Eye Viewમાં કોઈપણ જગ્યા જોઈ શકશો. આનો ફાયદો એ થશે કે કોઈ જગ્યાએ શું થઈ રહ્યું છે તે તમે અગાઉથી જાણી શકશો, ટ્રાફિક, હવામાન વગેરેની વિગતો તમને 3D ઈમેજમાં મળશે.
આ પણ વાંચો: વોટ્સઅપમાં આવ્યું નવું ફીચર, એક સાથે આટલા લોકોને કરી શકો છો વિડિયોકોલ.
પોતાના ઘરને દુનિયાને કેમ બતાવવાનું ?
ગૂગલે 2022 વર્ષની શરૂઆતમાં ભારતમાં પોતાની Google Maps પર Street View લાવવાની જાહેરાત કરી હતી, લૉન્ચિંગના સમયે, આ સુવિધા 10 ભારતીય શહેરોમાં જ ઉપલબ્ધ કરાવામાં આવી, જેમાં બેગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, પુણે, નાસિક, વડોદરા, અહેમદનગર અને અમૃતસર સામેલ છે.
આ પછી કંપનીએ જલ્દી દેશભરમાં અન્ય શહેરોમાં આ સુવિધાને શરૂ કરવાનો વાયદો કર્યો, Google New Feature સ્ટ્રીટ વ્યૂ એક ઉપયોગી ફિચર છે, આની મદદથી માત્ર મેપ જ જોવાના બદલે સ્ટ્રીટ વ્યૂથી યૂઝર્સ સ્થાનની 360 ડિગ્રી રિયલ લાઇમ જોઇ શકે છે. આનાથી યૂઝર્સને કોઇપણ જગ્યાની લાઇવ ઇમેજ જોવા મળે છે, જેને તે શોધી રહ્યા છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહી ક્લિક કરો |
બેગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, પુણે, નાસિક, વડોદરા, અહેમદનગર અને અમૃતસર સામેલ છે.
360 ડિગ્રી