Lung healthy Tips: ફેફસાને હેલ્ધી રાખવાની ટિપ્સ: આજથી જ ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ: આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં સહતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બહારના વાસી ખોરાક અને અનિયમિત રીતે જીવતી જિંદગીમાં લોકો જુદા જુદા પ્રકારના રોગોમાના ભરડામાં આવી જાય છે અને ઘણા ખર્ચ કરીને દવા લેતા હોય છે. ત્યારે આપણી લાઈફ સ્ટાઇલમાં થોડા ઘણા ચેંજિસ કરીને ઘરગથ્થુ ઉપચારથી આ રોગોથી બચી શકીએ છીએ. તેવામાં જો Lung healthy Tips એટ્લે કે ફેફસાને સારા રાખવા માટેની અમે ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમારા ફેફસાને સુરક્ષિક રાખશે. તો આવો જોઈએ આ Lung healthy Tips વિશે નીચે મુજબ માહિતી.
Lung healthy Tips વિશે
શરીરને સારું રાખવા માટે ફેફસાંનું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે. એ વાત તો જાણીતી જ છે કે પ્રદૂષણ અને ધૂમ્રપાનને કારણે ફેફસાં સંબંધિત બીમારીઓ ઝડપથી વધે છે. એવામાં અમેરિકન જર્નલ ઑફ રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિને તાજેતરમાં એક રિસર્ચમાં રિપોર્ટ આપ્યો છે કે ફેફસાના સ્વાસ્થ્ય માટે ઓમેગા-3 Fatty acids ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઓમેગા-3થી ભરપૂર આહાર લે છે તેમને ફેફસાને લગતી બીમારીઓ ઓછી થાય છે. એવામાં ચાલો જાણીએ કે Lung healthy Tips એટ્લે કે ફેફસાંને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ?
આ પણ વાંચો: ગૂગલનું શાનદાર ફીચર, કોઈપણ લોકેશનને જુઓ 360 ડિગ્રીથી વ્યૂ, બસ કરો આ સ્ટેપ ફોલો.
માછલી
ઓમેગા-3 Fatty Acidની ઉણપને દૂર કરવા માટે માંસાહારી લોકો માટે માછલી શ્રેષ્ઠ Option છે. તમને જણાવી દઈએ કે Salmon fish માં ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા Protin અને અન્ય પોષક તત્વો પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે.
Cod liver oil
Cod liver oil એ માછલીના લીવરમાંથી કાઢવામાં આવે છે અને બજારમાં તેના capsule અને Oil બંને મળે છે. ઓમેગા-3 Fatty Acid ની સાથે Cod Liver Oilમાં વિટામિન D અને A પણ જોવા મળે છે. તેના રોજના આહારમાં લેવાથી શરીરમાં ઓમેગા-3ની ઉણપ પૂરી થાય છે.
અળસી
અળસીના બીજમાં ઓમેગા-3 Fatty Acid જોવા મળે છે, એટલે કે શાકાહારીઓ માટે અળસી વધુ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તમે તમારા નાસ્તામાં અળસીનો ઉપયોગ કરી શકો છો. આ સાથે અળસીના લાડુ પણ ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે. જણાવી દઈએ કે અળસીમાં Fiber, magnesium અને અન્ય પોષક તત્વો પણ જોવા મળે છે.
અખરોટ
અખરોટ એ ઓમેગા-3નો ખૂબ સારો સ્ત્રોત છે. Fiber થી ભરપૂર અખરોટમાં Copper, magnesium અને વિટામિન E પણ જોવા મળે છે. શાકાહારી લોકોએ તેમના આહારમાં અખરોટનો સમાવેશ કરવો જ જોઈએ. તમે પલાળેલા અખરોટ પણ ખાઈ શકો છો.
આ પણ વાંચો: સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા માટેની 5 સરળ ટિપ્સ, કોઈ નુકશાન પણ નહીં પહોચાડી શકે.
સોયાબીન
સોયાબીનમાં ઓમેગા-3 Fatty Acid પણ જોવા મળે છે. Fiber અને પ્રોટીનથી ભરપૂર સોયાબીનનો ઉપયોગ ઘરોમાં વ્યાપકપણે થાય છે. સોયાબીનનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે keralapwd.net/ જવાબદારી લેતું નથી. )
અગત્યની લિંક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
આવી જ માહિતી માટે અમારા Whatsapp Group જોડાઓ | અહી ક્લિક કરો |
Cod liver oil એ માછલીના લીવરમાંથી કાઢવામાં આવે છે
Fiber થી ભરપૂર અખરોટમાં Copper, magnesium અને વિટામિન E પણ જોવા મળે છે.
Everything is very open with a very clear description of the issues. It was really informative. Your site is very useful. Thank you for sharing!