OMG 2 Teaser: ઓહ માય ગોડ-2 નું ઓફિશિયલ ટીઝર રીલીઝ, અક્ષયકુમાર શિવ ભગવાનના રોલમાં, જુઓ અહીથી આ ટીઝર.

Spread the love

OMG 2 Teaser: ઓહ માય ગોડ-2 નું ઓફિશિયલ ટીઝર રીલીઝ: થોડા વર્ષો પહેલા ઓહ માય ગોડ મૂવી રીલીઝ કરવામાં આવ્યું હતું અને દર્શકોએ તેમણે સારો પ્રતિસાદ આપ્યો હતો. ત્યાર બાદ OMG 2 Teaser એટ્લે કે ઓહ માય ગોડ-2 નું ઓફિશિયલ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ મુવીને 1 મહિના પછી રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર શિવ ભગવાનના રોલમાં જોવા મળે છે. તેમના ચાહકો એ OMG 2 Teaser ને આવકારયું છે. તો જોઈએ આ OMG 2 Teaser વિષે નીચે મુજબ વિગત વાર.

OMG 2 Teaser વિશે

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ઘણા એવા રોલ કર્યા છે, કે જેને લોકો વર્ષો સુધી ભૂલી શકાય એમ નથી અને આવું જ એક પાત્ર તેની ફિલ્મ OMG એટલે કે ‘ઓહ માય ગોડ’માં રોલ કર્યો હતો. ફિલ્મમાં તેઓ ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને ચૂપ કરી દીધા જેઓ માને છે કે ભગવાન નથી. હવે 11 વર્ષ બાદઆ ફિલ્મ ની સિક્વલ ‘OMG 2’ રિલીઝ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની રિલીઝના માત્ર 1 મહિના પહેલા જ મેકર્સે આજે OMG 2 Teaser રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે.

આ પણ વાંચો: NPCIL Recruitment 2023 Notification Out for 183 Posts

ફિલ્મમાં આસ્તિક કાંતિ શરણ મુદગલની કહાની

OMG 2 Teaserની શરૂઆત પંકજ ત્રિપાઠીના અવાજ ઓવરથી થાય છે. જેઓ આસ્તિક અને નાસ્તિકની વાદવિવાદથી દૂર પ્રભુના મહિમા પર વાત કરી રહ્યા છે. તે કહે છે કે તકલીફમાં કરેલ હાકલ સાંભળીને ભગવાન મદદ કરવા જરૂર આવે છે, પછી તે નાસ્તિક કાનજીભાઈ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. તો આ વખતે વાર્તા કાંતિ શરણ મુદગલની હશે.

ટીઝર માં ‘હર હર મહાદેવ’ના નારા

આ ટીઝરથી અક્ષય કુમારે ફરી એકવાર તેના ફેન્સને ચોંકાવી દીધા છે. આ સાથે જ ટીઝરમાં પંકજ ત્રિપાઠીની જોરદાર એક્ટિંગની ઝલક પણ જોવા મળી છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં ‘હર હર મહાદેવ’ ના નારા ગુંજવાનો અવાજ સંભળાય છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: Central Bank of India Recruitment 2023 for 1000 Posts

નિર્માણ

તમને જણાવી દઈએ કે ‘OMG 2’ 2012માં આવેલી ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે ભગવાન સામે કેસ કર્યો હતો અને અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ‘OMG 2’ અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને વાયાકોમ18 સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. રીપોર્ટ મુજબ, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ છે.

‘ગદર 2’ સાથે ટક્કર થશે.

‘OMG 2’નું બીજું એક રસપ્રદ તથ્ય એ છે કે અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં પાછા આવશે. આ સાથે ‘OMG’માં સાધુની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિંદ પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેથી જ તેની બોક્સ ઓફિસ પર ‘ગદર 2’ સાથે ટક્કર થશે.

અગત્યની લિંક

OMG 2 ટીઝર લિંકઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહી ક્લિક કરો
OMG 2 Teaser
OMG 2 Teaser
OMG 2 મૂવી ક્યારે રીલીઝ થશે ?

11 ઓગસ્ટે


Spread the love

1 thought on “OMG 2 Teaser: ઓહ માય ગોડ-2 નું ઓફિશિયલ ટીઝર રીલીઝ, અક્ષયકુમાર શિવ ભગવાનના રોલમાં, જુઓ અહીથી આ ટીઝર.”

Leave a Comment