Psoriasis Tips: ચામડીની તકલીફ સોર્યાસીસમાં આ 5 બાબત જાણવી જરૂરી: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે પાણીમાં પલાળવાથી ચામડીના જુદા જુદા રોગો થાય છે. જેને લીધે ચંડીમાં નાની નાની ફોલ્લીઑ આતા ખંજવાળ આવે છે. અને શરીર એકદમ લાલ થઈ જાય છે. ત્યારે આ Psoriasis Tips એટ્લે કે ચામડીની તકલીફ સોર્યાસીસ માં આ 5 બાબતો જાણવી જરૂરી છે નહિતર આ રોગો મોટો બનતો જાય છે. અને તેની યોગ્ય સારવાર લેવી પણ અત્યંત આવશ્યક છે. તો આવો જોઈએ આ Psoriasis Tips વિશે ની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
Table of Contents
Psoriasis Tips વિશે
આ રોગથી બચવા માટે જીવનશૈલીમાં સારી ટેવો પડવી જોઈએ. Psoriasis Tipsમાં નિયમિત કસરત, ત્વચાને યોગ્ય રીતે Moisturize કરવી જોઈએ અને સારો આહાર લેવો જોઈએ. Psoriasis Tipsએટ્લે કે સોરાયસિસમાં સારવારના સારા વિકલ્પો છે. આ Option રોગને વધારો અટકાવી શકે છે. સોરાયસિસની તકલીફ અંગે વધુ માહિતી માટે ત્વચારોગ તજજ્ઞની મુલાકાત લેવી જોઈએ. યાદ રાખો કે, સોરાયસિસના દર્દીઓને સાથે માનવીય અભિગમ રાખો. તેઓ સાથે અણછાજતું વર્તન ન કરો.
આ પણ વાંચો: ફેફસાને હેલ્ધી રાખવાની ટિપ્સ, આજથી જ ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ અને રાખો ફેફસાને સુરક્ષિત.
સોરાયસિસની તકલીફ બાબતે લોક જાગૃતિ
- સોરાયસિસની સમસ્યા બાબતે લોક જાગૃતિ માટે દર વર્ષે દર ઓગસ્ટ મહિનાને Psoriasis Awareness Month તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ સોરાયસિસની સારવારના option વિશે આ રોગથી પીડિતોને શિક્ષિત કરવાનો અને સોરાયસિસના દર્દીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
- સોરાયસિસ એ ચામડી ની તકલીફ છે. જે લાંબા સમય સુધી રહે છે. આ બીમારીમાં ત્વચા પર ચાંદી જેવા સફેદ સાથે ભીંગડાવાળા લાલ ડાઘ જોવા મળે છે. આ ડાઘ સામાન્ય રીતે માથાની ચામડી, ઘૂંટણ, કોણી, નખ, હથેળી અને તળિયા પર જોવા મળે છે.
- સોરાયસિસની તકલીફથી દેશમાં 0.5 થી 3 ટકા લોકો પીડાય છે. લોકોમાં રોગની ગંભીરતા અલગ અલગ હોય શકે છે. આ તકલીફ માથાની ચામડી (સામાન્ય રીતે ખોડો તરીકે વિચારવામાં આવે છે)માં વધુ જોવા મળે છે. આ બીમારી પાછળ તણાવ, ઠંડું અને શુષ્ક હવામાન, આલ્કોહોલ, ધૂમ્રપાન, ઇજાઓ અને ચેપ જેવા ઘણા કારણો થી થઈ શકે છે.
- સોરાયસિસની બીમારી ચેપી નથી. તે એક પ્રકારનો Autoimmune response હોય છે. આ બીમારીના કારણે ભાવનાત્મક અને શારીરિક સ્ટ્રેસ ઉભો થઇ શકે છે. સોરાયસિસના સારવાર માટે મોટાભાગે ક્રીમ, ઓરલ દવાઓ, NBUVB લાઈટ અને બાયોલોજિકલ્સ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
- સોરાયસિસમાં થતી તકલીફ સોરિયાટિક સંધિવા, ડાયાબિટીસ, મેદસ્વીપણા અને મેટાબોલિક સિન્ડ્રોમનો સમાવશે થાય છે.
સોરાયસિસના કારણે નીંદર ન આવે તો શું કરવું જોઈએ?
સોરાયસિસ એક લાંબી બીમારી છે. જેમાં ખંજવાળ આવી શકે છે. સોરાયસિસમાં સામાન્ય રીતે ખોપરી ઉપરની ચામડી અને કમરના વિસ્તારોમાં ખંજવાળ થાય છે. ગંભીર સોરાયસિસમાં વધુ ખંજવાળ થાય છે. જેના કારણે રાત્રે ઊંઘ લેવામાં તકલીફ પડે છે. સામાન્ય રીતે વધુ ખંજવાળ આવવા પાછળ શુષ્ક ત્વચા, ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરવું અને રસાયણો જેવા કારણ જવાબદાર હોય છે.
આ પણ વાંચો: ગૂગલનું શાનદાર ફીચર, કોઈપણ લોકેશનને જુઓ 360 ડિગ્રીથી વ્યૂ, બસ કરો આ સ્ટેપ ફોલો.
સોરાયસિસમાં ખંજવાળથી રાહત કેમ મેળવવી?
- નાળિયેર તેલથી નિયમિત માલિશ કરો. તેનાથી બળતરા ઓછી થશે.
- ન્હાયા બાદ તરત જ શરીરને ટુવાલથી સૂકવો અને સારી Moisturizing cream લગાવો.
- પીએચ 5.5 હોય (સિન્ડેટ બેઝ) હોય તેવા સાબુ/બોડી ધોવા માટે ઉપયોગ કરવો.
- Dermatologist દ્વારા સૂચવવામાં આવેલી Antihistamine ગોળીઓ લો.
- સુતરાઉ કપડાં પહેરો અને ઊનના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.
- સૂતાં પહેલાં ત્વચા Moisturizing રાખો.
- અસરગ્રસ્ત વિસ્તાર વળી જગ્યાએ ખંજવાળવાનું ટાળો. તેનાથી તકલીફ વધી શકે છે.
- Antiseptics અને alcohol સોલ્યુશનથી અસરગ્રસ્ત ભાગને સાફ ન કરો.
- ખંજવાળમાં રાહત મેળવવા ખંજવાળવામાં ચામડીને નુકસાન ન થાય તે માટે નખને ટૂંકા રાખવા, હથેળીનો ઉપયોગ કરી શકો.
- રોગને કંટ્રોલમાં લેવા તમારા Dermatologistને નિયમિત મળો.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો આ માટે keralapwd.net/ જવાબદારી લેતું નથી.)
અગત્યની લિંક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
આવી જ માહિતી માટે અમારા Whatsapp Group જોડાઓ | અહી ક્લિક કરો |
0.5 થી 3 ટકા
આ બીમારીમાં ત્વચા પર ચાંદી જેવા સફેદ સાથે ભીંગડાવાળા લાલ ડાઘ જોવા મળે છે.
મને psoriyasis રોગ છેલ્લા 5 વર્ષ થી છે