Ahmedabad Accident

ગઈકાલે રાત્રે  અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા  એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે  સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં લોકો  આ ઘટન જોવા અને અકસ્માત થયેલા ને મદદરૂપ થવા એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ  પણ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી.

આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે બેફામ સ્પીડે  આવતી જગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લઇ લીધા હતા. 160 થી વધુની સ્પીડમાં આવતી આ કારે  ટોળા પર કાર ચડાવી દીધી હતી.

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા છે.

આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ  હોસ્પીટલ મા લઈ જવામાં આવ્યા છે

તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો જાણવા મળ્યુ  છે.

અકસ્માત સર્જનાર જગુઆર ચાલક ને પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Giant Oarfish